જંબુસર તાલુકાના એક ગામમાં બનેલો બનાવ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવના ૩૧ વર્ષના યુવાનની ધરપકડ


જંબુસર તાલુકા ના કાવી પોલીસ મથક ની હદ ના એક ગામ મા રહેતી સગીરા ને ગામ ના ૩૧ વર્ષીય ઈસમે લગ્ન ની લાલચ આપી પોતાની પ્રેમજાળ મા ફસાવી સગીરા સાથે બળજબરી થી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરી આ બાબત ની જાણ કોઈ ને કરીશ તો જાન થી મારી નાંખવા ની ધમકી આપી હોવાની ફરિયાદ કાવી પોલીસ મથકે નોંધાઈ હોવાના તથા ફરિયાદ ના પગલે હરકત મા આવેલ કાવી પોલીસ મથક ના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીરે આ કૃત્ય કરનારા ને ગણતરી ના કલાકો મા દબોચી લીધો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
કાવી પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મથક ની હદ ના એક ગામ મા રહેતી સગીરા ને ગામ ના જ ૩૧ વર્ષીય દિનેશ વેણીભાઈ રાઠોડે લગ્ન કરવા ની લાલચ આપી પોતાની પ્રેમજાળ મા ફસાવી હતી.ત્યારબાદ સગીરા સાથે બળજબરી થી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી આ બાબત ની જાણ કોઈ ને કરીશ તો જાન થી મારી નાંખવા ની ધમકી આપી હતી.હકીકત ની જાણ સગીરા ના ભાઈ ને થતા તેણે કાવી પોલીસ મથકે આ દુષ્કર્મ કરનાર દિનેશ વેણીભાઈ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા કાવી પોલીસે ઈપીકો કલમ ૩૭૬ (૨)એન,૫૦૬(૨),તથા પોસ્કો એકટ કલમ ૪,૬, મુજબ ગુનો દાખલ કરી આગળ ની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ગાવીતે (ICUAW) સંભાળી દુષ્કૃત્ય કરનાર દિનેશ રાઠોડ ને કાવી પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સપેક્ટર વૈશાલી આહીર ના ટીમવર્ક થી ગણતરી ના કલાકો મા જેલ ભેગો કરી દીધો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





