NAVSARI

નવસારી: એટીએમમમાં લોકોને છેતરતી ટોળકીના પાંચ ઈસમોને એસીબીની ટીમે ઝડપી લીધા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત રાજય સહિત અનેક રાજ્યોમાં એટીએમમાં લોકોને છેતરવા આ ચોર ટોળકી અવનવાં ફોર્મુલા અપનાવી ચોરીઓ કરે છે તેવો જ કિસ્સો નવસારી શહેરમાં સામે આવ્યો છે. નવસારી એલ.સી.બી પોલીસે એટીએમ માંથી નાંણા ઉપાડનાર લોકોને વિશ્વાસ લઈ મદદ ના બહાને તેમની પાસેથી એટીએમ  કાર્ડ લઈ નજર ચૂકવી તેમને ડુપ્લીકેટ કાર્ડ આપી કાર્ડ ધારકોના ખતોમાંથી નાણાં ઉસેટી લેતી ટોળકીના પાંચ ઈસમોને નવસારી પોલીસે ઝડપી પાડી તેમની પાસે રહેલા અનેક બેંકોના ૨૫ જેટલા એટીએમ કાર્ડ પોલીસે કબેજ કર્યા છે.આ ચોર ટોળકી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સિનિયર સિટીઝન કે અન્ય લોકોએ એટીએમ પૈસા ઉપાડવા કે ભરવા માટે આવતા હોય તેમનો વિશ્વાસ કેળવી મદદ ના બહાને લોકો પાસેથી પીન નંબર જાણી નાણા ઉપાડયા  બાદ ડુપ્લીકેટ એટીએમ આપી ચંદ મિનિટોમાં કાર્ડ ધારકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે જેને લઈને નવસારી પોલીસ એલર્ટ થઇ હતી. આ ટોળકી મહારાષ્ટ્રથી નવસારી તરફ આવવાની બાતમી મળતાં નવસારી એલસીબી પોલીસની ટીમે નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. વર્ણન વાળી ચોર ટોળકી હુંડાઈ કંપનીની આઈ ૨૦ કાર નંબર એમ.એસ.૧૪ એફ.એક્સ ૧૯૦૯ જેમાં બેસેલા પાંચ ઈસમો એટીએમ પાસે ગાડી લઈને ઉભા હતા. તેઓની એલસી બી પોલીસની ટીમે કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી જેમાં આ ટોળકી <span;>નવસારી જિલ્લાના ચીખલી ખાતે એસબીઆઇ એટીએમ ખાતે મદદરૂપ બહાને છેતરપિંડીની કબૂલાત કરી હતી.<span;>આ ચોર ટોળકી પાસે જુદી જુદી બેન્કોના ૨૫ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આ તમામ આરોપીઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. મહારાષ્ટ્ર રાજયમાં છેતરપિંડીમાં અલગ અલગ વિસ્તારોમાં ૭ ફરિયાદ નોંધાયેલી છે. ધરકપડ કરાયેલા ચોર ટોળકી ના પાંચેય આરોપીઓ નામે (૧) શ્રવણ સતીષ ચીનઅપ્પા મીનાજગી ઉ.વર્ષ ૨૪ રહે- ૧૭/બી, કેદારનાથનગર, MIDC સોલાપુર, મહારાષ્ટ્ર, (ર)  યશ નવનાથ માને, ઉ.વ.૨૦ રહે. ઉત્તર કસ્બા, કૈકડીગલી,સોલાપુર, મહારાષ્ટ્ર (3) ;લક્ષ્મણ પરમેશ્વર માળી, ઉ.વ.૨૫ રહે. ગોડગાવું, તા.અકકલકોટ, સોલાપુર,મહારાષ્ટ્ર (૪) શુભમ નાગનાથ તાકમોગે, ઉ.વ.૨૩ રહે. બેગર વસાહત,મજેરાવાડી દક્ષિણ સોલાપુર,મહારાષ્ટ્ર (૫) આદિત્ય અવિનાશ તાકમોગે ઉ.વ.૩૩રહે.મજરેવાડી,ગીરીજા મંગલ કાર્યાલય સોલાપુર, મહારાષ્ટ્ર ને નવસારી એલસીબી ની ટીમે ધરપકડ કરી પાંચેય આરોપીઓને વધુ તપાસના અર્થે  ચીખલી પોલીસને સોંપવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button