ARAVALLIMEGHRAJ

શું આવી રીતે પણ ભણશે વિધાર્થીઓ : કુણોલ ગામમાં રાઠોડ ફળીમાં કાચા રસ્તાના કારણે કાદવ કીચડમાંથી પસાર થઇ ભણવા જતા વિધાર્થીઓ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શું આવી રીતે પણ ભણશે વિધાર્થીઓ : કુણોલ ગામમાં રાઠોડ ફળીમાં કાચા રસ્તાના કારણે કાદવ કીચડમાંથી પસાર થઇ ભણવા જતા વિધાર્થીઓ

કેટલાક ગામો માં આજે પણ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઇ, માણસની પ્રાથમિક જરૂરિયાત રોડ,રસ્તા, અને પાણી પણ આજે ગુજરાતનાં કેટલાય ગામો એવા છે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે,સરકાર કહે છે દીકરીઓ ને ભણાવો પણ જયારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડ વારા રસ્તામાં માંથી પસાર થઇ ને ભણવા જવા એ પણ મજબુર હશે.

ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના એક દયનીય ને કાદવ કીચડ વારા રસ્તાની વાત જેમાં મેઘરજના કુણોલ ગામે રાઠોડ ફળીમાં આવેલ જે કાચો રસ્તો કુવા પરથી ગામ તરફ જાય છે પરંતુ હાલ આ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે કે વિધાર્થીઓ દીકરી દીકરાઓ ને કાદવ કીચડમાં થઇ ને ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબુર બનવું પડ્યું છે ત્યારે આ બાબતે ગામમાં જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર આ બાબતે મળતી માહિતી મુજબ ઘણી વાર રજુઆત કરવામાં આવી છે પંચાયત માં તેમજ ગામના સદસ્ય ને પણ આ બાબતે રજુઆત કરાઈ છે અને આ રસ્તો મંજુર પણ થયેલ છે તેવું જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ કયા કારણે રસ્તો બન્યો નથી હવે એ તપાસને આધારે નક્કી થશે ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરાવે તે જરૂરી છે પરંતુ જ્યારે વિધાર્થી જીવન ના ઘડતર ની વાત કરવામાં આવે તો શું કાદવ કીચડ ના રસ્તામાંથી પણ ભણવા માટે મજબુર બનવું પડે તો એ જવાબદાર તંત્ર ને શોભનીય નથી તો ઝડપથી નવીન રસ્તો બને તેવી માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button