
રિપોર્ટર….
અમિન કોઠારી
મહીસાગર
મહિસાગર જિલ્લા શિક્ષણ આ અધિકારીની આકસ્મિક તપાસમાં દારૂડિયો શિક્ષક (આચાર્ય )ઝડપાયો.


મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવની બા મોરીએ કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશા ની હાલતમાં જોવા મળ્યા ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખુદ નશાની હાલતમાં રહેલ આચાર્યને લઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી


શિક્ષણ જગતને લાજવતો એક બનાવ મહીસાગરમાંથી સામે આવ્યો જ્યાં પ્રાથમિક શાળાનો આચાર્ય નશામાં ધૂત મળી આવ્યો એક શાળાના ગુરુ ગેન માં ઝડપાયા છે. શિક્ષક કે જે બાળકોના જીવનનું ઘડતર કરે છે અને સારા સંસ્કારોનું સિંચન કરે છે પરંતુ કેટલાક શિક્ષકો એવા પણ હોય છે કે જે શિક્ષણ જગતને લજવે છે આવો એક બનાવ મહીસાગરના કડાણા તાલુકામાં બન્યો છે કે જ્યાં કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય નશામાં ધૂત ઝડપાયો.મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી આજે અલગ અલગ શાળાઓમાં આકસ્મિક તાપસ અર્થે નીકળ્યા હતા જ્યાં કડાણા તાલુકાની વાછલવાડા પ્રાથમિક શાળામાં તેઓ પોહચતા શાળાના આચાર્ય સરદારભાઈ માલિવાડ ને સવાલ પૂછ્યા હતા અને જરૂરી દસ્તાવેજ માગ્યા હતા ત્યારે આચાર્યની આંખો લાલ ચોડ હોય અને તેઓ ધ્રુજતા હોય જેને લઈ શિક્ષણાધિકારીને શંકા જતા તેને લઈ પોલીસ સ્ટેશન ખાતે પોહચ્યા હતા જ્યાં ડિટવાસ પોલીસ મથકે આ શિક્ષક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ તેનું મેડિકલ ચેકપ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આકસ્મિક શાળાની મુલાકાતોને લઈ અને ગુલ્લી બાજ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે.








