મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ એ.ટી.એમમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રિપુટી ઝડપાઇ

મોરબીના ટીંબડી ગામના પાટીયાથી આગળ આવેલ એક્સિસ બેંકના એટીએમ તથા પીપળી ગામ પાસે આવેલ સેન્ટ્રલ બેંકના એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ કરનાર ત્રિપુટીને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ, મનિષ વે બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના એ.ટી.એમ. ને તોડી ચોરી કરવાની કોશિષ થયેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને તાલુકા પોલીસ મથકના પીઆઈ કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ ટીમ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે સઘન તપાસ ચાલુ હતી.

તે દરમિયાન પો.હેડ કોન્સ. અજીતસિંહ પરમાર, પો.કોન્સ. જીતેનદાન ગઢવી તથા ભગીરથભાઇ લોખીલને સંયુકત મળેલ ખાનગીરાહે બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે જેતપર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસેથી ચોરીની કોશિષ કરનાર આરોપી સુનિલ છગનભાઇ પરમાર ઉવ.ર૧, અનિલ છગનભાઇ પરમાર ઉવ.૧૯, જીતેન્દ્ર ગોંવિદભાઇ જાદવ ઉવ.૧૯ રહે. ત્રણેય રહે.હાલ-લેંચસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી,તા.જી.મોરબી, મુળ રહે. રહે. નેવાડી,જેન્ડીમાલ ફળીયુ, જી.બડવાની, મધ્યપ્રદેશ ત્રિપુટીને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ જીજે ૦૩ ડીએલ ૪૭૧૬ તથા એ.ટી.એમ. તોડવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ.વી.જી.જેઠવા ચલાવી રહેલ છે.









