BHARUCHNETRANG

નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ દ્વારા નેત્રંગ ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

ISO 1901-2015 સર્ટિફિકેટ ધરાવતી દરેક વ્યક્તિને પોસાય એવા રાહત દરે જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્ય સારવાર આપતી અને અનુભવી સ્પેશિયલાઈઝેશન સાથેના તબીબો અત્યાધુનિક સાધનો અને પોઝિટીવ પ્રેશર સિસ્ટમ સાથેના આઠ ઓપરેશન થિયેટર ધરાવતી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ નવસારી માલીબા નેત્રસંકુલ ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સક્રિય સહયોગથી નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મફત નેત્ર યજ્ઞ આંખનો કેમ્પ યોજાયો હતો .ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ આ કેમ્પને દર્દીઓ માટે ખુલ્લો મુક્યો હતો. નેત્રયજ્ઞના પ્રોજેકટ ચેરમેન અતુલ પટેલ આરકેએસ મેમ્બર સીએચસી નેત્રંગના માર્ગદર્શન હેઠળ નવસારી આંખની હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને સ્ટાફે કુલ 205 દર્દીઓની વરસાદની સિઝન વચ્ચે તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 113 દર્દીઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યારે 46 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય જેમને નેત્રંગ ખાતેથી લાવવા અને લઈ જવાની સુવિધા સાથે નવસારી અધ્યતન હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે જેમાં મોતિયાના 37 અને વધુ તપાસ માટે રોટરી આઈ હોસ્પિટલ 9 દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા.

શ્રી ભક્ત જલારામ મંદિર ટ્રસ્ટ કાલિયાવાડીના સૌજન્યથી નેત્રંગ ખાતેનો આંખનો કેમ્પ યોજાયો હતો. જેમાં ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ ચક્ષુદાન મહાદાનની સમજ દર્દીઓને આપવામાં આવી હતી. નવસારી આંખની હોસ્પિટલમાં વિશ્વના અધ્યતન સાધનો જેવા કે મોતિયા માટે સેન્ચુરીયન ફેકો ,લ્યુમેરા આઈ , ઓ સી ટી,એક્ઝાઇમાર લેસર, ફન્ડ્સ કેમેરા ,યાગ લેસર , ઓપરેશન થિયેટર ,આઈ બેંક વગેરે મશીનોથી છેલ્લા 47 વર્ષથી આંખના રોગોની તપાસ સારવાર શસ્ત્રક્રિયા કરવામાં આવી રહી છે. સંસ્થાએ 31, 21,149 દર્દીઓની સારવાર 4,11,724 આંખના ઓપરેશન 33,498 ચક્ષુઓનું દાન લઈ અંધજનને દ્રષ્ટિ આપી છે.

નેત્રંગ ખાતેના આંખના નિદાન ને સારવાર કેમ્પમાં નેત્રંગ પીએસઆઇ કે એન વાઘેલા , જયંતીભાઈ વનમાળી ( ફુવા ) , યોગેશ જે નાયક નવસારી ,ડો.ધૃતિ રંગપરિયા સીએચસી નેત્રંગ ,ડો.પ્રણય વગેરે હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button