જામનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક લી. ની ભાણવડ શાખાનું અંદાજીત ૪૮ લાખના ખર્ચે બનશે અદ્યતન બિલ્ડીંગ

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
જામનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક લી.ની ભાણવડ શાખાનું અંદાજીત ૪૮ લાખના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ બનશે. જેનું આજરોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજરોજ જામનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક લી. ની ભાણવડ શાખાની નવી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓ સાથે બિલ્ડિંગનું નિર્માણ ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્રે ખૂબ કામ કરવામાં આવી રહ્યું છે. સહકારી ક્ષેત્રમાં અનેકવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખેડૂતો તથા પશુપાલકો માટે પણ યોજનાઓ અમલમાં છે. જેમાં દૂધ મંડળીઓ થકી પશુપાલકોને સીધો લાભ મળી રહ્યો જેને કારણે પશુપાલકો આર્થિક રીતે પગભર થઈ શક્યા છે. તાલુકાઓમાં સહકારી ક્ષેત્ર વધુ વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
આ તકે જામનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી અલ્પેશ મોલિયા, અગ્રણીશ્રી સાજણભાઈ રાવલિયા, હમીરભાઇ કનારા, દેવશીભાઇ કરમુર, હમીરભાઇ છૂછર, માલદેભાઈ ગાગીયા, નાથાભાઈ વિંઝવા, શાંતિલાલ કુબાવત, ઉદયસિંહ વાળા, ભાવિનભાઈ ગોરફાડ, રામભાઇ ઉનડકટ, પાલાભાઈ ગોજિયા, એપીએમસીના ડાયરેકેટરો, સહકારી મંડળીના પ્રમુખો, મંત્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









