મોરબી :OMVVIM College માં BCA માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ અંગે SDLC વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

મોરબી :OMVVIM College માં BCA માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ અંગે SDLC વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું..રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબીની નામાંકિત OMVVIM College માં તારીખ 1/7/2023 ને શનિવારના રોજ BCA માં અભ્યાસ કરતા સમગ્ર વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ કરવા અંગે SDLC વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર હાર્દિક સર વ્યાસ કે જેઓ IT ક્ષેત્રે વિદેશની કંપનીઓ સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે, તેઓ વડે લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ હાર્દિક સર વ્યાસ દ્વારા IOS ના લાઈવ પ્રોજેક્ટમાં કઈ રીતે કામ થાય તે અંગેની માહિતી સાથે વિદ્યાર્થીઓને લાઈવ કોડિંગ કરી બતાવ્યું હતું. તેમણે IT ક્ષેત્રનો પોતાનો અનુભવ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો અને અંતે પ્રશ્નોત્તરી સેશનમાં વિદ્યાર્થીઓ ના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

આ તબક્કે OMVVIM Collegeના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ અને પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્ર સર ગડેશિયા તથા સમગ્ર BCA સ્ટાફ હાજર રહી, હાર્દિક સરને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.









