
તા.૧/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સમગ્ર ભારતમાં તા. ૦૧ જુલાઈના રોજ ‘રાષ્ટ્રીય તબીબ દિવસ’ ઉજવાય છે. જે નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડીઓમાં બાળકોએ તબીબની ભૂમિકા ભજવી અન્ય બાળકોના આરોગ્યની તપાસણી કરી હતી.

તેમજ આંગણવાડીઓના કાર્યકર બહેનો દ્વારા બાળકોને તંદુરસ્તી માટે ડોક્ટરનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. આમ, વિવિધ ગામોમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં ‘રાષ્ટ્રીય તબીબ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]








