ARAVALLIDHANSURA

ધનસુરા : હજુ તો દીકરીને રમવાની ઉંમર છે…ને નરાધમે પીંખી નાખી : ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં 9 વર્ષની દીકરી પર નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યુ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ધનસુરા : હજુ તો દીકરીને રમવાની ઉંમર છે…ને નરાધમે પીંખી નાખી : ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં 9 વર્ષની દીકરી પર નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યુ

*ખેત મજુર શ્રમિક પરિવારની દીકરી પર પાડોશી 25 વર્ષીય નરાધમ યુવકે દુષ્કર્મ આચરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો*

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓ માટે ગુજરાત સલામત છે એવા દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દુષ્કર્મીઓને માટે સરકારે કડક કાયદો બનાવી ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જોગવાઈ કરી હોવા છતાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુરની 9 વર્ષીય દીકરી સાથે પાડોશી યુવકે તેના ઘરે બોલાવી દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે પરિવારે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર નરાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

છોટાઉદેપુર જીલ્લાના અને ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતા રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર)નામના હવસખોરને મનમાં વાસનાનો કીડો સળવળતા લલચાવી ફોસલાવી અપહરણ કરી તેના ઘરે લઇ જઈ જાતીય સતામણી કરી બાળકી સાથે બળજબરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતી 9 વર્ષીય બાળકીના શ્રમિક પરિવારને તેમની દીકરી પર બાજુમાં રહેતા ઢગાએ દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને સમસમી ઉઠ્યા હતા સમગ્ર ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરક પરીક્ષણ માટેની તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

ધનુસરા પોલીસે દૂષ્કર્મનો ભોગ બનેલી દીકરીના પિતાની ફરિયાદના આધારે રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર) સામે અપહરણ, પોક્સો, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button