
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
૧.૦૭.૨૦૨૩ જી મહીસાગર

એક જાગૃત વ્યક્તિ દ્વારા અભયમ મહિલા હેલપલાઇન મા કૉલ કરી ને જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માં મહિલા ને ગરમાં પૂરી રાખેલ છે (છેલ્લા ૯ વર્ષ) ઘર માં રાખી માર-પિટ તથા શારીરિક અને માનસિક રીતે ટોર્ચર આપે છે જેથી મહિલા ને બચાવ માટે મદદ માંગેલ ઘટના સ્થળ પર અભયમ ટીમ દ્વારા મહિલાના ઘરે જતા મહિલા ગરે ન હતા જેથી આજુ બાજુ ના ઘરો માં પૂછ પરછ કરતા કોઈ પણ વ્યક્તિ દ્વારા સરખો જવાબ આપેલ ન હતો
*જેથી અમો અમારી ટીમ સહિત પરત પાછા ફરેલ ત્યારે ઘર ની પાછળ ખેતર માંથી મહિલા મળી આવેલ જેથી અમો એ તેની સાથે પૂછ પરછ કરતા જણાવેલ કે તે પોતે ૨૦ વર્ષ ના સુરત ના વતની હોવાનું જણાવેલ તથા તેમના પરિવાર માં માતા – પિતા ભાઈ – બહેન કોઈ નહિ જેથી પડોસી એ મોટા કર્યા હોવા નું જણાવેલ તેના પડોશી એ પટેલ સાથે ૧૧ વર્ષ ની ઉંમરે ૮૦,૦૦૦ હજાર માં વહેચી દીધેલ એવું જણાવેલ જે ભાઈ સાથે શારીરિક સંબંધો માટે વહેચેલ તે ભાઈ ની ઉંમર ૫૫ વર્ષ ની હોય જેથી મારે એ ભાઈ સાથે રેહવું ન હતું પરંતુ ધાક ધમકી આપી માર- પિટ કરતા હોય તથા તેની સાથે શારીરિક સંબંધો બાંધવાથી ૧૪ વર્ષ ની ઉંમરે ગર્ભવતી બની હાલ ૬ વર્ષ નું બાળક છે હવે મારે અહીં રેહવુ નથી નહિ તો કોઈક દિવસ મને મારી નાખશે જેથી તમે મને અહીથી લઈ જાઓ તેવું ત્રાહિત મહિલાએ જણાવેલ
આથી અભયમ ટીમે મહિલા ને આશ્વાસન આપેલ તથા મહિલા ને કાયદાકીય માહિતી તથા મહિલા ને મહિલાઓ ની સંસ્થા વિશે માહિતી આપેલ તથા હાલ તે મહિલા ને સુરક્ષિત જગ્યાએ સખી વનસ્ટોપ સેન્ટર લુણાવાડા ખાતે આશ્રય અપાવેલ
આમ રાજ્ય સરકાર ની ચાલતી મહિલા હેલપલાઇન મહિલાઓ માટે વરદાન રૂપ છે








