
“આપ”દ્વારા પીવાના પાણી પ્રશ્ન અંગે મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જનકપુરી સોસાયટી અને મહેન્દ્રનગર સોસાયટીના પીવાના પાણી ના પ્રશ્ન અંગે મોરબી જીલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

છેલ્લા ૨૦ દિવસ થી પીવાનું પાણી નથી આવી રહ્યું. જાણવામાં આવ્યું છે કે વર્ષો જુની લાઈન સરકાર દ્વારા બંધ કરી દેવા નો નીર્ણય લેવામાં આવ્યો છે અને નવી લાઈન તેમાં જોડવાનો નીર્ણય લેવામાં આવશે તેવું વહિવટીદાર દ્વારા જાણવામાં આવ્યુ છે. પીવાના પાણી નો આમ નાગરિકો નો બુનીયાદી હક છે. નવી લાઈન ટુક સમય માં જોડી પીવાના પાણી નો પ્રશ્ન હલ કરવામાં આવે એ માટે મોરબી આમ આદમી પાર્ટીના ના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.

[wptube id="1252022"]








