MORBIMORBI CITY / TALUKO

મોરબીના નાનીવાવડી ગામે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી.

મોરબીના નાનીવાવડી ગામે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી… રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 


મોરબી તાલુકાના નાનીવાવડી ગામના પાયલબેન અને કૌશિકભાઈ પ્રભુભાઈ પડસુંબિયા ના વ્હાલસોયા પુત્ર દિયાંશ ના ચોથા જન્મદિવસની ઉજવણી ખોટા ખર્ચા કરીને દેખાડો કરવાના બદલે સમાજને એક નવો રાહ ચીંધીને કરી છે. જેમાં તેમણે 800 નંગ ફુલસ્કેપ ચોપડા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ભેટ આપીને એક અનોખા પ્રેરણાદાયી રીતે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી કરી છે. આ તકે શાળા પરીવારે દાતાશ્રી કૌશિકભાઈ નો આભાર માની દિયાંશ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button