
તા.૩૦/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ તથા ગોંડલનાં યુવા મીત્ર શ્રી અલ્પેશભાઈ ઉંધાડની વ્હાલી દિકરીનાં જન્મદિવસ પર વોરા કોટડા ગામમાં આવેલી સરકારી પ્રાથમીક શાળામાં તમામ બાળકોને ઉપયોગી થાય તેવા શબ્દકોશ,એકમ,શબ્દ જગત તથા ફુલ પાંખડી જેવા પુસ્તકો શાળાનાં પુસ્તકાલયમાં અર્પણ કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.તથા તમાંમ બાળકો ખુબ ભણીને પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવે તેવી શુભેચ્છાઓ આપી હતી.અને આ પ્રકારની કામગીરી કરીને સમાજને એક અનોખો સંદેશો પણ આપ્યો હતો.

મહત્વની વાત એ છે કે ધોરણ ૪ માં અભ્યાસ કરતી આ નાની એવી દિકરીને વિચાર આવ્યો કે પોતાનાં જન્મદિવસ પર કોઈ પણ ખોટા ખર્ચા કર્યા વગર કોઈ સરકારી શાળા માં જરૂરીયાતમંદ બાળકોને જો યોગ્ય પુસ્તકો આપવામાં આવે તો તે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેઓ પોતાનાં ભવિષ્યમાં આગળ જતા આ રીતે બીજા કોઈની મદદ કરી શકે તો કોઈ પણ બાળક પ્રાથમીક શિક્ષણથી વંચીત ના રહે તેનાં આ વિચારને તેના પપ્પાએ આવકારી ને વોરા કોટડા ગામની સરકારી પ્રાથમીક શાળાનાં શિક્ષક શ્રી મીતેશભાઈ સોરઠીયાનો સંપર્ક કરી તુરંત જ શાળાની જરૂરીયાત વિશે પુછ પરછ કરી પુસ્તકાલયમાં જરૂરી પુસ્તકો આપીને દિકરીનાં વિચારને બિરદાવ્યો હતો.
આ સમયે શાળાનાં આચાર્ય શ્રી કાજલબેન તથા શિક્ષક
શ્રીમિતેશભાઈ, શ્રી આશિષભાઈ,શ્રી કેવલભાઈ તથા શિક્ષીકા શ્રી અનિતાબેન તથા એસ.એમ.સી સભ્યો હાજર રહ્યા હતા. તથા ગોંડલ રોટરી ક્લબ તથા સરદારધામ ગોંડલ શહેર પ્રમુખ જીગરભાઈ સાટોડીયા,તથા ગોંડલ તાલુકા યુવા ભાજપ કિશનભાઈ ઠુંમર, જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ બન્ટીભાઈ ભુવા તથા ભગવતભુમી ન્યુઝનાં સીનીયર હેડ પૃથ્વીરાજસિંહ જાડેજા એ વ્હાલી દિકરીને સતત આવા સેવાકીય કાર્યો કરતી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.








