NAVSARI

નવસારી જિલ્લામાં ભારે વરસાદ પગલે જન જીવન ખોરવાયુ,ઓરેંજ એલર્ડ જાહેર…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ નવસારી જિલ્લાને રેડ ઝોન જાહેર કર્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લામાં આવેલ લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. પૂર્ણા નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. પૂર્ણા નદી હાલે 18 ફૂટ પર સ્થિર વહી રહી છે.આ નદીની ભંયજનક સપાટી 23 ની છે. જોકે તંત્ર એલર્ડ બન્યો છે. રાજ્ય ડિઝાસ્ટર વિભાગ દ્વારા નવસારીમાં એન.ડી.આર.એફ ની ટિમ તૈનાત કરી દેવામાં છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત નવસારી-વિજલપોર નગરપાલિકાની નગર સેવકો સહિતની ટિમ એલર્ડ બની મોનીટરીંગ કરી રહી છે. ત્યારે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તો ક્યાંક કોઝવે પાણીમાં ગરકાવ થયાં છે તો ક્યાંક અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર થંભી જવા પામ્યું હતું. જિલ્લામાં એકધારો વરસાદ વરસતા વાંસદા તાલુકાનાં સિંગાડ કોઝવે પર પાણી ફરી વળતાં 7 ગામો સમ્પર્ક વિહોણા બન્યા છે. વાહનચાલકો સહિત રાહદારીઓ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી પોતાના ઘરે પહોંચી રહ્યા છે.ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા દસેક વર્ષો  આ કોઝવે ને ઊંચો કરવા અનેકવાર  લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર ધ્યાને ન લેતા લોકો સમસ્યાનો ભોગ બની રહ્યા છે. જિલ્લામાં દેમાર વરસાદ વરસી રહ્યો છે  જેના પગલે  નવસારી શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યા છે. આજે બપોર બાદ રેલવેના અંડરપાસ ગરનાળામાં પણ પાણી ભરાય જતા લોકોની અવરજવર બંધ થઈ ગયી હતી ત્યારે લોકો જોખમી રીતે આ ગરનાળામાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ત્યારે  નવસારી વિજલપોર નગરપાલિકાનાં હદ વિસ્તારમાં આવેલ કાલિયાવાડી  ગ્રામ પંચાયતનાં રાજીવ નગરમાં ભારે વરસાદના પગલે ખાડીનો પાણી ઉભરાઈ જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યા છે. જેનો કોઈ ઉકેલ આવતો નથી.બીજા બનાવમાં નવસારી શહેરની નજીક આવેલ જમાલપોર તાલુકાનાં મંદિર ગામ પાસે આવેલ ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. એક કાર ચાલકે નીકળી જવાની લ્હાયમાં ઉતાવળે પોતાની કાર ગરનાળામાંથી પસાર કરવા જતાં કારમાં બેસેલ ચાર વ્યક્તિઓ સાથે  કાર પાણીમાં ડૂબી ગઈ હતી. કારમાં બેસેલ ચારેય લોકોનો જીવ જોખમમાં મૂકી દીધો હતો આ બનાવની જાણ તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકામાં કરવામાં આવતા ફાયર ફાઈટર વિભાગની
ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ પાણીમાં ડૂબેલી કારમાં બેસેલ ચારેય લોકોને બહાર કાઢી ચારેય વ્યક્તિઓનો જીવ બચાવી લીધો હતો. કારમાં સવાર બે મહિલા અને બે વિદ્યાર્થીઓએ ફાયર વિભાગની ટીમનો આભાર માન્યો હતો. નવસારી જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં આંકડા મુજબ આજે સવારે 6 થી સાંજ 6 વાગ્યા સુધીમાં નવસારીમાં 31 મિમી. જલાલપોરમાં 34 મિમી. ગણદેવીમાં 32 મિમી.ચીખલીમાં 44 મિમી. વાંસદામાં 67 જ્યારે ખેરગામ 93 મિમી વરસાદ નોંધાયો.

[wptube id="1252022"]
Back to top button