ARAVALLIMEGHRAJ

અરવલ્લી : મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામમાં મોટરની સ્વીચ ચાલુ કરવા જતા 30 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામમાં મોટરની સ્વીચ ચાલુ કરવા જતા 30 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત

મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામમાં રહેતા અંજુબા (ઉ.વર્ષ 30 ) ગુરુવારે સાંજના સુમારે વરસતા વરસાદમાં પાણી ભરવા માટે મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજ કરંટના ઝટકાથી મહિલા નીચે પટકાતા પરિવારજનો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તાબડતોડ મહિલાને સારવાર અર્થે મેઘરજ અને ત્યારબાદ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી વીજકરંટ મહિલાને ભરખી જતા પોલીસને જાણ કરતા પંચનામું કરી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે મેઘરજના કુણોલ લાલપુર ગામમાં 26 વર્ષીય મહિલા વરસતા વરસાદમાં પાણી ભરવા મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજકરંટનો ઝાટકો લાગતા નીચે પટકાતા પ્રાણપંખેરું ઉડી ગયું હતું મહિલાને વીજકરંટ લાગતા પરિવારજનો સારવાર અર્થે મેઘરજ હોસ્પિટલમાં અને મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જો કે તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો

 

[wptube id="1252022"]
Back to top button