JETPURRAJKOT

જેતપુરમાં સિમેન્ટ બ્લોકના ૬૫૦ ફર્માની ચોરીનો ભેદ ઉકેલાયો 

તા.૨૯/૬/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પોલીસને મળેલ બાતમીના આધારે ૪ શખ્સોને ૨.૨૦ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધાં

જેતપુરનાં ધોરાજી રોડ ઉપર આવેલા જયહનુમાન સિમેન્ટ પ્રોડક્ટસ કારખાનામાં અઠવાડિયા પહેલાં થયેલી રૂ!.૧.૩૦ લાખનાં ૬૫૦ પેવર બ્લોકના ફર્માની ચોરીનાં ગુન્હામાં ૪ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જેતપુરના ધોરાજી રોડ ઉપર તત્કાલ હનુમાનજી મંદિરની સામેનાં ભાગે જય હનુમાન સિમેન્ટ પ્રોડક્ટસ કારખાનામાં ગઈ તા.૧૯ના સાંજ પછી કોઈ હરામખોરો પેવર બ્લોક બનાવવાનાં ૬૫૦ ફર્માની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જુદી જુદી દિશામાં હાથ ધરાયેલી તપાસમાં હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ શામળા અને કોન્સ્ટેબલ મનદિપસિંહ જાડેજાને મળેલી બાતમીનાં આધારે રાજકોટ હાઈવેના સર્વિસ રોડ ઉપર અપ્સરા પ્રિન્ટ કારખાનાં પાસે લોટ દળવાના કારખાનામાંથી રિક્ષામાં બ્લોકના ફર્મા ભરી રહેલા ધાર્મિક રમેશભાઈ લાડવા, મિલન લલિતભાઈ દેવળિયા, ભાવિન જમનભાઈ ચાડેપરા રહે, ત્રણેય જેતપુર અને મહેન્દ્ર ઉર્ફે જગો લાલજી ચુડાસમાં રહે, ધોરાજી ને ૬૫૦ નંગ બ્લોકના ફર્મા અને રિક્ષા વગેરે રૂ!.૨.૨૧ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવાયાં હતાં.

આ અંગે પોલીસ ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હો ઉકેલવામાં પીઆઈ એ.એમ.હેરમાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલો ચંદ્રસિંહ વસોયા, હિતેશભાઈ વરૂ, રાજુભાઈ શામળા, કોન્સ્ટેબલો મનદિપસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, અભયરાજસિંહ જાડેજા, જયેશભાઈ દાફડા, વાસુદેવસિંહ જાડેજા અને મહિપાલ સિંહ ચુડાસમાં વગેરે સાથે રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button