કેન્દ્ર સરકારના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજે દિલ્હી સરકારના હકોની તરફેણમાં વાત કરી.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનો લેખ કેન્દ્ર સરકારના વટહુકમની ગેરબંધારણીયતાને ઉજાગર કરે છે: અરવિંદ કેજરીવાલ
બંધારણીય નૈતિકતાનું આ દુર્ભાગ્ય છે કે તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો આજે અમલમાં નથી મુકાઇ: જજ મદન લોકુર
અમારી સરકાર હંમેશા કહેતી આવી છે કે આ વટહુકમ ગેરબંધારણીય છે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ/ગુજરાત
કેન્દ્ર સરકારના વટહુકમને લઈને આમ આદમી પાર્ટી દિલ્લીની સરકારના અધિકાર બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ મદન બી લોકુરએ એક લેખ પ્રકાશિત કર્યો છે. આ લેખને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
નિવૃત્ત જજ મદન લોકુરએ પોતાના લેખમાં જણાવ્યું છે કે બાબા સાહેબ આંબેડકરે 4 નવેમ્બર 1948ની સંવિધાન સભામાં સંવેધાનિક નૈતિકતાની વાત કરી હતી. વર્તમાન સરકાર પણ જાણે છે કે લોકતંત્રના બંધારણમાં શાંતિપૂર્ણ કામકાજ માટે બંધારણીય નૈતિકતાને કાયમ રાખવી જરૂરી છે. તેમ છતાં પણ બંધારણીય નૈતિકતાનું આ દુર્ભાગ્ય છે કે તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો આજે અમલમાં નથી મુકાઇ. જેમ કે વહીવટનું સ્વરૂપ બંધારણના સ્વરૂપ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. બીજું એ છે કે બંધારણને બદલ્યા વિના તેને તોડી પાડવું સંપૂર્ણપણે શક્ય છે. વહીવટના સ્વરૂપને બદલીને, તેને અસંગત અને બંધારણની ભાવના વિરુદ્ધ બનાવીને આ કરી શકાય છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ લેખ પ્રકાશિત કરીને ટ્વીટર પર લખ્યું હતું કે નિવૃત્ત જજ મદન લોકુરનો આ લેખ કેન્દ્ર સરકારના વટહુકમની ગેરબંધારણીયતાને ઉજાગર કરે છે. અમારી સરકાર હંમેશા કહેતી આવી છે કે આ વટહુકમ ગેરબંધારણીય છે. આ વાતનો જ ઉલ્લેખ નિવૃત્ત જજ મદન લોકુરે કર્યો છે.










