
નવનિર્મિત રસ્તા પર પ્રથમ વરસાદે તિરાડો પડતા ભ્રષ્ટ કામગીરીની પોલ ખુલી.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
વાંસદા તાલુકાના પીપલખેડ ને ખેરગામથી જોડતા નવનિર્મિત મુખ્ય માર્ગ પર હાલ વરસાદની સિઝનની શરૂવાતે મુખ્ય માર્ગ પર મોટી તિરાડો પડી તેમજ રસ્તામાં ઠેક ઠેકાણે રસ્તાની ધાર બેસી જવા પામી હોવાને લઇ અહીંના સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ નવસારી જિલ્લામાં જાણે ભષ્ટ્રાચાર એ માજા મુકી હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. જ્યારે હાલ બીલીમોરા ખાતે થોડાં સમય પહેલાં જ એક નવનિર્મિત પૂલ બેસી જતાં વાહન અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આ નવનિર્મિત માર્ગ પણ બની ને હજૂ તો અંદાજે ૨/૩ મહિના જ વીત્યાં છે. ત્યારે વરસાદની શરૂવાત થતા ની સાથે જ માર્ગ ની સાઇટ બેસી જવા પામી છે. જ્યારે અનેક જગ્યાએ તો મુખ્ય માર્ગ પર જ પાણી નો ભરાવો જોવાં મળે છે. ત્યારે આ માર્ગ પર બનેલા નાના પૂલો ની આજુ બાજુની મોટા ભાગ ની જગ્યા ધોવાણ થઈ ગઈ છે. તો માર્ગ બેસી ગયો છે. અને માર્ગ પર તિરાડો જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે માર્ગ નિર્માણ માં હલકી કક્ષાનું મટીરીયલ ઉપયોગ માં લીધું હશે કે બીજું કંઈ? ત્યારે આ માર્ગ હાલ જ બની ને તૈયાર થયો છે. જ્યારે માર્ગ પર પેન્ટ વર્ક અને બોર્ડ નું કામ પણ બાકી જૉવા મળે છે. ત્યારે આ નવનિર્મિત માર્ગ હવે આમ જનતા માટે થીંગડા વાળો ઉપયોગ માં લેવો પડશે? ત્યારે સ્વચ્છ છબી ધરાવતી સરકાર ને આવી હલકી ગુણવત્તાનું કામ કરી કોન્ટ્રાકટર અને સરકારી અધિકારી આ સરકાર ની છબી પર ડાઘ લગાવવા માંગે છે કે કેમ? ત્યારે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાશે.
બોક્સ:૧
ખેરગામ થી પીપલખેડ ને જોડતો માર્ગ હાલ થોડા સમય પહેલા જ નવ નિર્મિત બન્યો છે. ત્યારે આ માર્ગ પર તિરાડો પડતા રોડ બનાવવાની કામગીરી પર અનેક સવાલ ઉદભવી રહ્યા છે. શું આ માર્ગ હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ માં લેવાથી આ સમસ્યા સર્જાઈ છે? ત્યારે આ એક તપાસ નો વિષય બન્યો છે.
બોક્સ:૨
માંડવખડક પાસે માર્ગ નું નવિનીકરણ દરમિયાન માર્ગ ની બાજૂ માં આવેલ ગટર પુરી દેવામાં આવી હતી. જ્યારે માર્ગ ની બાજુ માંથી જ પાઇપલાઇન નાખવામાં આવી છે. જેને લઈ ને ગટર પૂરાઈ ગઈ છે. જેને લઈને હાલ માર્ગ બેસી જવાની સંભાવના વધું રહેશે. જ્યારે આ મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન વધુ માર્ગ તૂટે કે બેસે તો કંઈ નવાઈ ની વાત નથી.
:- મહેશભાઇ સ્થાનિક માંડવખડક