JUNAGADHKESHOD

કેશોદ તાલુકાના ના સોંદરડા ગામે આવેલ શ્રી ડાયરામબાપુ ના આશ્રમ ખાતે તલાટી મંત્રીઓ નિવૃત થતા વિદાય સમાંરભનું આયોજન કરવામાં આવ્યું

કેશોદના સોંદરડા ગામે આવેલ શ્રી ડાયરામબાપુ ના આશ્રમ ખાતે કેશોદના બામણાસા(ઘેડ) ગામના તલાટી મંત્રી નવનીતભાઈ બી,વ્યાસ તથા મેરૂભાઈ દેવાભાઈ ભુવા,વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કેશોદ ના વય મર્યાદા ના કારણે નિવૃત થતા વિદાય સમાંરભનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયત કેશોદ નો સ્ટાફ તથા તલાટી મંત્રી મંડળ કેશોદ તથા તાલુકા પંચાયત કેશોદ ના તમામ સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ કાળુભાઈ દેત્રોજા,તથા ઉપપ્રમુખ તાલુકા પંચાયત કેશોદ અને તમામ સભ્યોશ્રી ઓ હાજર રહેલા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એમ.એન.વિરડા તેમજ એમ.સી.પાઠક વગેરે તલાટી મંત્રીઓએ જહેમત ઉઠાવી હતી વધુમાં નવનીતભાઈ બી,વ્યાસ તલાટી મંત્રીએ બામણાસામાં પોતાની સમગ્ર નોકરી દરમ્યાન વિવિધ ગામોમાં ફરજ બજાવેલ.આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી રીશીભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button