
તા.૨૮/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્યના નાગરિકોના શહેર કે તાલુકા કક્ષાનાં પ્રશ્ન અસરકારક અને ન્યાયિક પ્રશ્નો તાલુકા કક્ષાએ નિકાલ થાય તે માટે “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ગોંડલ નગરપાલિકા વિસ્તાર તથા ગોંડલ શહેરના કક્ષાનાં પ્રશ્નો તાલુકાનો ‘‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’’ તા.૨૬.૦૭.૨૦૨૩ના રોજ ૧૧.૦૦ કલાકે મામલતદારશ્રી ગોંડલ(શહેર)ના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં અરજદારોએ તા.૧૦.૦૭.૨૦૨૩ સુધીમાં પ્રશ્નો રજુ કરવાના રહેશે ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.

ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ મંત્રી અને ગ્રામસેવકને અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએથી જ નિર્ણય લઈ શકાય તેવા હોવા જોઈએ, તે સિવાયના પ્રશ્નો માટે સક્ષમ કચેરીને રજૂઆત કરવી. અરજદાર રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહી, જેની સંબંધિત અરજદારશ્રીઓએ નોંધ લેવા મામલતદારશ્રી ગોંડલ(શહેર)ની યાદીમાં જણાવાયું છે.








