રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બાલવાટિકા માસ્ટર ટ્રેનિંગ તાલીમ કાર્યક્રમ યોજાયો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ સંદર્ભે ચાલુ વર્ષથી જૂન 2023 થી સમગ્ર જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં બાલવાટિકા વર્ગ શરૂ કરવાના થાય છે જે અંતર્ગત બાલવાટિકા માસ્ટર ટ્રેનિંગ તાલીમ કાર્યક્રમ યોજાયો. તજજ્ઞ તરીકે બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી મનીષભાઈ ચાવડા તથા વિજયભાઈ મહેતાએ તજજ્ઞ તરીકે સેવા આપેલી હતી. ડાયટ પ્રાચાર્ય એમ.ડી. બગડાએ નવી શિક્ષણનીતિના અમલીકરણ અન્વયે શિક્ષણમાં આવેલ પરિવર્તન અને માતૃભાષા શિક્ષણ, બાલવાટીકા કાર્ય યોજનાની વિસ્તૃત સમજ આપી હતી. બાલવાટિકા તાલીમ વર્ગમાં સંચાલક તરીકે ડાયટ વ્યાખ્યાતા, જીગ્નેશભાઈ કાનાણી અને સંજયભાઈ ચોવટીયાએ બાલવાટિકા મોડ્યુલમાં દર્શાવેલા વિવિધ વિષયો અને પ્રવૃત્તિઓની સમજ આપી હતી. આ તાલીમ વર્ગમાં જિલ્લાના સી.આર.સી.કો. અને સ્કૂલ ઇંસ્પેક્ટર જોડાયા હતા. ડાયટ પ્રાચાર્ય એમ.ડી.બગડાએ પ્રાંસગિક ઉદબોધન અને વર્કશોપમાં ઉપસ્થિત તમામને ધન્યવાદ આપ્યા હતાં.






