DHORAJIRAJKOT

જાહેરમાં દારૂ વેચતા બુટલેગરને મહિલા પોલીસ કર્મીએ જાહેરમાં ટપારતા તેમની પર હુમલો કર્યો

ધોરાજીમાં જાહેરમાં દારૂ વેચતા બુટલેગરને મહિલા પોલીસ કર્મીએ જાહેરમાં ટપારતા તેમની પર હુમલો કર્યો હતો. જે બાદ મહિલા એએસઆઇ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બુટલેગરોને હવે પોલીસનો કોઇ ભય રહ્યો ના હોય તેમ પોલીસ કર્મી સાથે પણ મારામારી પર ઉતરી આવ્યા હતા. બુટલેગરોએ બેફામ બનીને પોલીસ સામે જ બાંયો ચઢાવી છે. ધોરાજીના નાની મારડમાં બુટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હતો. આ દરમિયાન પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી અને દારૂ વેચવા અંગે મહિલા પોલીસ કર્મીએ બુટલેગરને ટપાર્યો હતો. આ દરમિયાન બુટલેગરે ગુસ્સે થઇને મહિલા પોલીસ કર્મી અને તેમના બહેન પર હુમલો કર્યો હતો. બુટલેગરે મહિલા પોલીસ કર્મીને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. હુમલામાં મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પાટણવાવ પોલીસે હોસ્પિટલ પહોચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button