RAJKOTUPLETA

કાયમી મુસાફરી ભથ્થું ના કૌભાંડ મા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ રેકોર્ડ સાથે માંગ્યો અહેવાલ.”જેતપુર તાલુકાના સી.ડી.પી.ઓ એ તાત્કાલિક અસરથી રિકવરી નો કર્યો હુકમ.”

૨૭ જુન વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


રાજ્ય સરકાર ના ઠરાવેલ ૨૬/૧૨/૨૦૦૧ ના ઠરાવ મા આઇ.સી.ડી.એસ ના નગર પાલિકા વિસ્તાર ના મુખ્ય સેવિકા ને ૧૨૨૦ લેખે મહિને કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર ના હોવા છતા રાજકોટ જિલ્લા ના ઘણા ઘટકો મા ઠરાવો થી ઉપરવટ સરકારી નાંણા કૌભાંડ થયેલ હોવાની વિગતો બહાર આવી હતી.

“હમેશા સત્ય ની સંગાથે વાત્સલ્યમ્ સમાચાર” અખબાર મા કાયમી મુસાફરી ભથ્થું કૌભાંડ બાબતે ગત સપ્તાહ ના રોજ વીગતવાર અહેવાલ પ્રસિધ્ધ થયો હતો આ અહેવાલ પ્રસિદ્ધ થયા ની સાથે જવાબદાર અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

રાજકોટ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર એ ૨૩/૬/૨૦૨૩ ના પાંચ નગરપાલિકા આવતા વિસ્તાર ના ઘટકો મા લેખિત પુરાવા સાથે વિગતો માંગી હતી કે કાયમી મુસાફરી ભથ્થું ક્યા નિયમો મા ચૂકવવા મા આવે છે અને ક્યારથી ચૂકવવામા આવે છે તેવો વીગતવાર અહેવાલ આધાર પુરાવા સાથે માંગેલ છે તેવુ જાણવા મળ્યું છે.

જયારે જેતપુર તાલુકાના સી.ડી.પી.ઓ પાયલ બેન ઓઝા પોતાની જવાબદારી સમજી ને તાત્કાલિક અસરથી ત્યાંના ભૂતકાળ અને વર્તમાન ના જે નગરપાલિકા વિસ્તાર ફરજ બજાવતા હતા અને હાલ બજાવે છે જે કાયમી મુસાફરી ભથ્થું મેળવતા હતા તેની તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી અને ત્રણ મુખ્ય સેવિકા ના આશરે ૮૦ હજાર જેવી માતબર રકમ નો રિકવરી હુકમ કર્યો હતો.

મોટો પ્રશ્ન એ છે કે? જેવી રીતે જેતપુર તાલુકા મા ઠરાવ વિરુદ્ધ ચૂકવાયેલ કાયમી મુસાફરી ભથ્થું ના સરકારી નાંણા તાત્કાલિક અસરથી રિકવરી હુકમ થયો તેમ બીજા તાલુકા મા નગરપાલિકા વિસ્તાર આવતા મુખ્યસેવીકા ચૂકવાઈ ગયા હશે તે પાછલી અસરથી નાંણા રીકવર થશે?

રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ના ૨૩/૬/૨૦૨૩ નો અહેવાલ અને પુરાવા માગતા પત્ર જોતા તો એવુ લાગી રહ્યુ છે કે સરકારી નાંણા રિકવરી થશે ટેલિફોન દ્વારા પ્રોગ્રામ ઓફિસર નો સંપર્ક કરતા જણાવેલ વિગતો મુજબ કે સરકારી નાંણા એક પણ રૂપિયા નુ ખોટું ચલાવી નહીં લેવાય ઘટક કક્ષાએ થી વિગતો માંગેલ છે વિગતો અને જવાબ મળ્યે ધારાધોરણો મુજબ કાર્યવાહી કરવામાં આવશે વધુ વિગતો આવતા સમયે.

[wptube id="1252022"]
Back to top button