
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા વિવિધ હોદેદારોની વરણી રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના 2023 થી 2025 માટે નવા વરાયેલા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા મહામંત્રીશ્રી મિલેશભાઈ જોશી તથા કમલભાઈ દવેએ વિવિધ અગ્રણીઓ સાથે ચર્ચા બાદ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની નવી ટીમની ઘોષણા કરી છે જેમાં ઉપપ્રમુખ તરીકે જયદિપભાઈ ઠાકર, એન. એન. ભટ્ટ સાહેબ, મહિધરભાઈ દવે, રાજુભાઈ જોશી, સુરેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા વાલાભાઈ રાજગોર તથા મંત્રી તરીકે નીતિનભાઈ પડ્યા, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, મુકુંદરાય જોશી, મહેશભાઈ ઓઝા, તથા રાજીવભાઈ ભટ્ટ જ્યારે ખજાનચી તરીકે રાજેશભાઇ પંડ્યા અને સહ ખજાનચી તરીકે હરેશભાઈ જાની તથા સોશ્યલ મીડિયા સંયોજક તરીકે હિતેશભાઈ લહેરુ જીગરભાઈ દવે તથા યજ્ઞેશ ભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સક્રિય ભુમિકા ભજવતા 35 અગ્રણીઓની કારોબારી સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બધાજ સભ્યોની એક બેઠક ગઈકાલે પરશુરામ ધામ મોરબી ખાતે યોજાઈ ગઈ જેમાં આ અગ્રણીઓને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નવા હોદેદારોને સંબોધતા પ્રમુખ શ્રી રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સમાજને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા આહ્વાન કર્યુ હતું. આ અવસરે પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા ડો અનિલભાઈ મહેતા, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભુપતભાઇ પંડ્યાએ પોતાના જન્મદિવસ નીમીતે રુ 5100 તથા નવનિયુક્ત મહામંત્રી શ્રી મિલેશભાઈ જોશી દ્વારા 5100 તથા નવનિયુક્ત ઉપપ્રમુખ રાજુભાઈ જોશી (આશિર્વાદ હોટલ) દ્વારા પણ રુ 5100 પરશુરામ ધામને અર્પણ હતા.









