BHARUCH

જંબુસર નગર ના ટંકારી ભાગોળ વિસ્તાર મા કલક જવાના માર્ગ ઉપર આવેલ પીકઅપ બસસ્ટેન્ડ ના સ્લેબ નો પોપડો તુટી પડતા પીકઅપ સ્ટેન્ડ મા આશરો લઈ રહેલ ભિક્ષુક ને પગ ના ભાગે સાધારણ ઈજાઓ પહોંચી

જંબુસર નગર ના ટંકારી ભાગોળ વિસ્તાર મા કલક જવાના માર્ગ ઉપર આવેલ પીકઅપ બસસ્ટેન્ડ ના સ્લેબ નો પોપડો તુટી પડતા પીકઅપ સ્ટેન્ડ મા આશરો લઈ રહેલ ભિક્ષુક ને પગ ના ભાગે સાધારણ ઈજાઓ પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર જંબુસર નગર ના ટંકારી ભાગોળ વિસ્તાર મા દેવલા ટંકારી તરફ ના મુસાફરો માટે એસ.ટી.બસ પીકઅપ સ્ટેન્ડ આવેલ છે.આ પીકઅપ સ્ટેન્ડ ની છત નો મોટો પોપડો સાંજ ના ચાર વાગ્યા ના અરસા મા ધરાશઈ થયો હતો.આ સમયે વરસાદી માહોલ ના લીધે પીકઅપ સ્ટેન્ડ મા એક ભિક્ષુકે આશરો લીધો હોય તેના પગ પાસે સ્લેબ નો મોટો ટુકડો પડતા ભિક્ષુક નો આબાદ બચાવ થયો હતો પરંતુ તેના પગે સામાન્ય ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડયો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે આ પીકઅપ સ્ટેન્ડ નો ઉપયોગ દેવલા નાડા ટંકારી કલક તરફથી અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ કરતા હોય છે.પરંતુ શાળા ઓ ચાલુ હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી.જેથી મોટી હોનારત ટળી જવા પામી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button