
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઘી ખાખરીયા જીતપુર દૂધ ઉત્પાદક મંડળી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ
મેઘરજ તાલુકાની ઘી ખાખરીયા જીતપુર દૂધ ઉત્પાદક મંડળી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ જેમાં વાર્ષિક સાધારણ સભા નટુભાઈ પગી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ હતી વધુમાં મંડળીમાં વાર્ષિક ગાય તેમજ ભેંસ ના દૂધની આવક પ્રમાણે સભાસદોમાં જેને સૌથી વધુ દૂધ ભરાવ્યું હોય તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મંડળી ના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન અને મંડળીનો સ્ટાફ, કમિટી સભ્યો અને દૂધ ઉત્પાદક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા,છેલ્લે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દૂધ ઉત્પાદક ક્ષેત્રે હજુ પણ સારુ એવું દૂધ નુ ઉત્પાદન થાય અને શ્વેત ક્રાંતિ ને આગળ વધારવા સૌ કોઈ પ્રયત્ન કરે તે માટે પ્રેરણા આપી હતી
[wptube id="1252022"]