MORBIMORBI CITY / TALUKO

મોરબી પર મેઘરાજા મહેરબાન ધોધમાર વરસાદ ખાબક્યો શહેરના રાજમાર્ગો ઉપર પાણી પાણી 

મોરબીમાં ૨ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર, શનાળા રોડ- લાતીપ્લોટમાં પાણી પાણી રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી શહેરમાં ચોમાસાની શરૂઆતના પહેલા જ વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દીધી હોય તેમ ધોધમાર વરસાદ તુટી પડતા શહેરના રાજમાર્ગો પાણી પાણી થઇ ગયા હતા આજે સવારથી અસય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો આવતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા એકાદ કલાકમાં પાણી પાણી કરી નાખ્યું હતું જેના કારણે ગોઠણ ડૂબ પાણી ફરી વળતા રોડ રસ્તા પાણીમાં ગરક થઈ ગયા હતા ચોમાસાના પહેલા જ વરસાદે મેઘરાજા તોફાની બેટિંગ કરતા શહેરીજનોએ લાંબા સમય બાદ ઠંડકનો અહેસાસ કર્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તેમજ મોરબી આસપાસના વિસ્તારના ખેડુતોમાં સારા વરસાદથી ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું.

મોરબી જીલ્લામાં બપોરે મેઘરાજાના આગમન બાદ સતત બે કલાક મેઘરાજાએ હેત વરસાવતા ૮૨ મીમી એટલે કે સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જોકે મોરબી સિવાય અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો નથી

 

[wptube id="1252022"]
Back to top button