
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
દાહોદની પરણીતાને પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઈ હતી મહીસાગર 181 ટીમે આશ્રય ગૃહમાં આશરો અપાવ્યો.

કડાણા તાલુકાના ગામમાંથી એક જાગૃત નાગરિકે 181 પર ફોન કરી જણાવેલ કે દાહોદ જિલ્લાના બેન છે તેઓ ઘરેથી પિયર જવા નીકળ્યા હતા પરંતુ બે પુરુષોએ તેમને કડાણા તાલુકામાં છોડી દીધા છે મહીસાગર 181 ટિમ ઘટના સ્થળ પર પહોંચી પરણીતાનું કાઉન્સિલિંગ કર્યું તો હકીકત જાણવા મળી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો આથી પતિ પરણીતાને બાળકોને લઈને પિયર જતી રહે તેમ કહેતા હોવાથી બેન પિયર જવા નીકળ્યા તેમની ઉંમર આશરે 40 વર્ષ છે તેમને બે બાળકો છે મોટો દીકરો ચાર વર્ષનો છે અને નાની દીકરી આશરે 10 મહિનાની છે તો ચાલતા ચાલતા રસ્તા પર જતા હતા ત્યારે બે પુરુષો ગાડી લઈને આવ્યા હતા અને કીધું કે તને તારા પિયર મૂકી દઈએ તેમ જણાવી ગાડી પર બેસાડ્યા હતા. આથી પરણીતા ગાડી પર બેસી ગઈ બે બાળકો લઈને પછી અવળા રસ્તે લઈ જતા પરણીતા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપું છું તેમ જણાવતા બે પુરુષોએ કડાણા તાલુકાના ગામમાં રસ્તો પૂરો થાય છે ત્યાં તેમને ગાડી પરથી ઉતારી દીધા હતા. આ પરણીતાને જોઈને એક જાગૃત નાગરિકએ પરણીતા પાસે જઈ પૂછપરછ કરી અને પરણીતાની મદદ માટે 181 પર ફોન કરી હકીકત જણાવી હતી આથી 181 મહીસાગર ટીમ જાગૃત વ્યક્તિએ જણાવેલ એડ્રેસ પર પહોંચી મહિલાની હકીકત જાણી ને મહિલાના પરિવાર સાથે કોન્ટેક્ટ થયો નહોતો આથી મહિલાને આશ્રય માટે લુણાવાડા આશ્રય ગૃહમાં આશરો અપાવ્યો હતો. મહિલાને કાયદાકીય માહિતી આપી હતી.








