SINOR

શિનોર તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

શિનોર તાલુકા યુવા ભાજપ દ્વારા આજરોજ,કરજણ ધારાસભ્ય અક્ષયપટેલ ની અધ્યક્ષતા માં, શિનોર બસ સ્ટેન્ડ નજીક રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું.
તારીખ ૨૩ જુન, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ના બલિદાન દિવસ અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં રક્તદાન કેમ્પ યોજવા આહવાન કરાયું છે.જે મુજબ આજરોજ, વડોદરા જીલ્લા ના શિનોર બસસ્ટેન્ડ નજીક રક્તદાન કેમ્પ નું આયોજન,આયુષ‌ બ્લડ સેન્ટર, વડોદરા ના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.શિનોર તાલુકા યુવા ભાજપ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પનો,કરજણ ધારાસભ્ય અક્ષયપટેલ ના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાતા,આયુષ બ્લડ સેન્ટર, વડોદરા ની ટીમ દ્વારા,રક્ત દાન અંગે ની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં યુવાનો એ ઉત્સાહ પૂર્વક રક્તદાન હતું.
આ રક્તદાન શિબિરમાં ધારા સભ્ય અક્ષય પટેલ.શિનોર તાલુકા યુવા મોર્ચા પ્રમુખ ઉદિત ગાંધી.જિલ્લા પ્રભારી ધ્યાન ભાઈ દેશમુખ.જિલ્લા મહા મંત્રી કૃણાલ જોશી.દત્તુસિંહ સોલંકી.સહકારી આગેવાન.વિકાસ ભાઈ પટેલ સહિત ભાજપા યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પ માં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ડૉકટર શ્યામાપ્રસાદ મુખરજી ના બલિદાન દિવસ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં ૩૫ થી વધુ રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button