HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદના ટીકર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

હળવદના ટીકર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ કેનાલમાં આજે પ્રેમી પંખીડાએ ઝંપલાવ્યું હોવાની આશંકા આધારે સસ્થાનિક તરવૈયાએ શોધખોળ શરૂ કરી હતી. જેના 12 કલાકની ભારે જહેમત બાદ અંતે બન્ને પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ હળવદના મિયાણી ગામે રહેતા અજય મનસુખભાઇ જીંજુવાડિયા અને પ્રેમિકા સિધ્ધીબેન નીતિનભાઈ કુરિયા નામની યુવતી બન્ને ગત રાત્રિના જ ઘરેથી ચાલ્યા ગયા હતા. બાદમાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જેમાં ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી યુવકનો મોબાઇલ, ચપ્પલ અને બાઈક કેનાલ પરથી મળી આવ્યું હતું. જેથી આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ કેનાલમાંથી પ્રેમી પંખીડાએ સજોડે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતો. યુવક અજયે ગતરાત્રિએ 2:44 કલાકે મિસ યુ દુનિયા, અલવિદા, બાય બાય સ્ટેટસ મુક્યા હોવાનું સામે આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button