MEHSANAVIJAPUR

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્વારા પંચપ્રણ થીમ પર યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્વારા પંચપ્રણ થીમ પર યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્વારા વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ પંચપ્રણની થીમ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું . સત્સંગી સાંકેત ધામ રામ આશ્રમ કેમ્પસના સહયોગથી યુવા ઉત્સવ આયોજન કરાયું . આ કાર્યક્રમમાં સંસદના માનનીય સભ્ય જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો .ડોક્ટર ભરત રાવ (મેનેજિંગ ટ્રસ્ટી, એસઆરઆઈ કેમ્પસ વડસમાં),ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી (આચાર્ય બીએસડબલ્યુ /એમ એસ ડબલ્યુ કોલેજ મહેસાણા) શ્રી હિમાલય રાવ (મેનેજિંગ ડાયરેક્ટર હિમાલયા ફાર્માસ્યુટિકલ),શ્રીમતી ભારતીબેન પટેલ (મહિલા અને બાળ વિકાસ અધિકારી) વગેરે આદરણીય અતિથિઓ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી અને 900 થી વધુ લોકોની હાજરી જોવા મળી. ઇવેન્ટના વિજેતાઓને રોકડ ઇનામ, મોમેન્ટો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેમાનોને મોદી@ 20 પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું. એન્કરિંગ ઋષિકેશ મંડલિયા અને અવધેશ ગુપ્તાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પંકજભાઈ, અતુલભાઇ રાવળ અને પ્રોફેસર દલવીર રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button