ટંકારા:રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રા.શળા અને માધ્યમિક શાળાના બાળકો માટે ” નાણાકીય સાક્ષરતા “ક્વિઝ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું..

ટંકારા: સમગ્ર શિક્ષા ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ ,રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે “નાણાકીય સાક્ષરતા” વિષય પર એક લેખિત સ્વરૂપે તાલુકા કક્ષાની “ક્વિઝ સ્પર્ધા” નું તાજેતર માં આયોજન કરવામાં આવેલ હતું ,

તેમાં ટંકારા તાલુકામાં અમારી શ્રી નેકનામ માધ્યમિક શાળાની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયેલ છે, અને દ્વિતીય ક્રમનું રોકડ પુરસ્કાર રૂપિયા 4000/ મેળવવાને વિદ્યાર્થીઓ હકદાર બન્યા છે ,

સદરહુ ક્વિઝમાં નાણાકીય વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, એટીએમ, સેબી, ફુગાવો, G 20, આર્થિક બાબતો, અને સામાન્ય જ્ઞાન જેવા વિવિધ મુદ્દાઓ પર પ્રશ્ન પૂછવામાં આવેલ.
આ સ્પર્ધામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ શ્રી ડામોર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં અત્રેની શાળાના વિજેતા બે વિદ્યાર્થીઓ કોરીંગા રેનિસ રજનીકાંતભાઈ અને દારોદરા ધ્રુવીન સામતભાઈ ને તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષિકા તરુણાબેન કોટડીયા ને ડામોર સાહેબ , શાળાના આચાર્ય આર પી મેરજા સાહેબે તથા બીઆરસી કોઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફરે અને સીઆરસી કો ઓર્ડીનેટર શ્રી જલ્પાબેન ગોસ્વામી તથા હરેશભાઈ ભાલોડિયા એ ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.









