ઝઘડીયા : જાંબોઈ ખાતે માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન : ઘર ઘર સંપર્ક તારીખ 25થી 27 જૂન સુધી યોજાશે…

ઝઘડીયા : જાંબોઈ ખાતે માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન : ઘર ઘર સંપર્ક તારીખ 25થી 27 જૂન સુધી યોજાશે…
*મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા….*
તા.૨૩/૦૬/૨૦૨૩, શુક્રવાર

મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઘર ઘર સંપર્ક કરી તારીખ 25થી 27 જૂન 2023 સુધી આ કાર્યક્રમ યોજાશે. જેમાં મોદી સરકારના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન સુશાસન અને ગરીબ કલ્યાણ જેવી અનેકો યોજનાઓ અને મોદી સરકારની કાર્ય પ્રણાલી વિશે લોકોને અવગત કરવામાં આવશે.
ઝઘડિયા તાલુકાના જાંબોઈ ખાતે ભારતીય જનતા પાર્ટી ઝઘડિયા વિધાનસભા ના ત્રણ તાલુકા નેત્રંગ, વાલિયા અને ઝઘડીયા તાલુકાની વિધાનસભા ૧૫૨ અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળાનું આયોજનઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાની અઘ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં ઘર ઘર સંપર્ક કરી ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમો યોજાશે. આજે જાંબોઇ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના વિસ્તારક ધર્મેશભાઈ ભલાલા શક્તિ કેન્દ્ર બુથ પ્રમુખ, નેત્રંગ, વાલિયા અને ઝઘડીયા તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે સાથે જિલ્લા ભાજપ હોદ્દેદારો સહિત અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે આવનાર ચૂંટણીઓમાં પ્રચાર પ્રસારથી લઈ અનેકો રૂપરેખા વિશે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
આવનાર સમયમાં 2024ની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. તેને અનુલક્ષી દેશભરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને તેમના કાર્યકર્તાઓ કોઈપણ ચૂંટણીઓ અગાઉ અનેકો કાર્યક્રમ કરતા હોય છે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








