
જાણીતા પેથોલોજીસ્ટ ડો.અતુલભાઈ પંડ્યાનું મોરબીમાં સ્વાગત-સન્માન કરાયું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

પરશુરામ ધામ મોરબીના આંગણે ભાજપા ડોક્ટર સેલ ગુજરાતના અગ્રણી અને જાણીતા પેથોલોજીસ્ટ ડો અતુલભાઈ પંડ્યા જેઓ હાલ વિસ્તારક તરીકે મોરબી જીલ્લામાં કાર્યરત છે તેઓનું આગમન થયું. તેઓનું બ્રહ્મઅગ્રણી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, ભાજપા ડોક્ટર સેલના ડો આશિષભાઈ ત્રિવેદી, ભાજપા અગ્રણી ભાણજીભાઈ, મુકુંદરાય જોશી, મુકેશભાઈ જોશી, મુકેશભાઈ જોશી, રાજુભાઈ પંડ્યા, દિનુભાઈ પંડ્યા, મિલન દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








