
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડ તાલુકાના આકડીયા ગામે પ્રાથમિક શાળાના બાળકો માટે નવીન ઓરડા મંજૂર કરવા માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
બાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતમાં આવેલ આકડીયા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં 55 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલ પ્રાથમિક શાળામાં જે ઓરડા છે તે ખુબ જર્જરીત હાલતમાં છે જેના કારણે વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ હોવાના કારણે હાલ શાળામાં અભ્યાસ કરી શકતા નથી વધુમાં પત્રમાં જણાવ્યા અનુસાર નિયમ અનુસાર કાર્યવાહી કરી તે ઓરડા પાડવાની પણ મંજૂરી મળી ગઈ છે. પરંતુ હાલ શાળાના બાળકો એસએમસી અધ્યક્ષના ઘરે રહી ભણવા મજબૂર છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આકડિયા ગામ પ્રાથમિક શાળામાં નવીન બે ઓરડા પ્રાથમિકના ધોરણે મંજૂર કરી આપવા માટે ભલામણ સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પત્ર લખ્યો હતો