
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તમ કામગીરી કરનારા યોગ કોચ અને યોગ ટ્રેનરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ યોગ કોચ તરીકે નવસારી જિલ્લાનાં રવિભાઇ પરમાર અને બેસ્ટ યોગ ટ્રેનર મનીષાબેન દેવતાને સન્માનિત કરી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. નવસારીના બન્ને યુવાઓએ સુરત ખાતે યોજાયેલ નવમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસમાં સર્જાયેલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની સેવા આપી નવસારી જિલ્લાનું ગૌરવ વાધાર્યું હતું. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]



