BHARUCH

જંબુસર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વાર્ષિક ઈન્સપેકશન અર્થે રેન્જ આઈ.જી. સંદીપસિંગ પધાર્યા

જંબુસર
જંબુસર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વાર્ષિક ઈન્સપેકશન અર્થે રેન્જ આઈ.જી. સંદીપસિંગ પધારતા તેઓનુ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી એ સ્વાગત કરી આવકાર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે વડોદરા રેન્જ આઈ.જી. સંદીપસિંગ વાર્ષિક ઈન્સપેકશન અર્થે આજરોજ આવ્યા હતા.જયા જીલ્લા પોલીસ વડા ડો.લીનાપાટીલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના ઓ એ રેન્જ આઈ.જી. સંદીપસિંગ નુ સ્વાગત કરી આવકાર્યા હતા.બાદ મા તેઓ ને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ. રેન્જ આઈ.જી. સંદીપસિંગે ત્યારબાદ જંબુસર ડીવીઝન ના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.અને જરૂરી માહિતી મેળવી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button