JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો સહાય મેળવવા અરજી કરી શકશે

જામનગર તા. 22 જૂન, જામનગર જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતો ચાલુ વર્ષ 2023- 24 દરમિયાન બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા અર્થે આગામી તા. 19 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ‘સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ’ હેઠળ તમામ ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ – આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના મુજબ ખેડૂતોએ નર્સરી બનાવવા માટે ઓછા ઓછા 200 થી લઈને વધુમાં વધુ 500 ચો. મી. વિસ્તારમાં નર્સરી બનાવવાની રહેશે.

તેમજ, નર્સરીનું સ્ટ્રક્ચર એમ્પનેલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે. લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ આજીવન એક વખત જ સહાય આપવામાં આવશે. જે બાગાયતદાર ખેડૂતો ઈચ્છુક હોય, તો તેઓ પોતાના ગામના ઈ- ગ્રામ સેન્ટર કે કોઈપણ ઈન્ટરનેટ સર્વિસ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો સહિત અરજી કર્યાના 7 દિવસ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પૂલ પાસે, જામનગર- ઉક્ત સરનામાં પર રૂબરૂ અથવા ટપાલ દ્વારા પહોંચાડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં. 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button