
૨૨ જુન વાત્સલ્યમ્ સમાચાર નિલેશ સોલંકી ઉપલેટા
નવા શૈક્ષણીક સત્રની શરૂઆતમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલરાજકોટ સંસ્થાન શાખા ભાયાવદર ગુરૂકુલ માં આજરોજ પરમ પુજ્ય મહંત સ્વામિ દેવપ્રસાદદાસજી સ્વામી પધારેલ આ અવસરે સત્સંગસભાનું આયોજન થયેલ જેમાં સત્સંગ કથાવાર્તાનો લાભ મળેલ સાથે જીવનના મૂલ્યો અને ચારિત્ર નીર્માણના પ્રસંગો પણ રજૂ કર્યા.

પરમ પુજ્ય મહંત સ્વામિ દેવપ્રસાદદાસજી સ્વામી,પુજ્ય ક્રુષ્ણપ્રિયદાસજી સ્વામી,પુજ્ય રામાનુજ દાસજી સ્વામી નું સ્વાગત પૂજન કેમ્પસ ડાયરેક્ટર ગજેરાસર,પ્રિન્સિપાલ નિતિનદવે,તથા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડીલસંતોએ આશીર્વાદ પાઠવ્યા. સમગ્રકાર્યક્રમનું સંચાલન પુજ્ય ભક્તિનંદન દાસજીસ્વામિએ કરેલ અને સંતો દ્વારા ગુરૂકુલ પ્રણાલી વિષે સમજાવિને ગુરૂમય દિન બનાવ્યો હતો.
[wptube id="1252022"]








