MORBIMORBI CITY / TALUKOTANKARA

હડમતિયા કન્યા તા. શાળાના વિધાર્થી તાલુકા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું..

હડમતિયા કન્યા તા. શાળાના વિધાર્થી તાલુકા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું..

ટંકારા BRC ભવન ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિધાર્થીઓ માટે “નાણાકીય સાક્ષરતા’ વિષય પર તાલુકા કક્ષાની કવિઝનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ટંકારા તાલુકાની માધ્યમિક શાળાના બાળકો હોવા છતાં શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળાના વિધાર્થી સીતાપરા શામજી સંજયભાઈ તથા ગોસ્વામી દર્શના વિજયવન તાલુકા કક્ષાએ તૃતીય ક્રમાંક મેળવેલ છે.

આ તકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ ડામોર સાહેબ ખાસ ઉપસ્થિત હતા તેમણે પણ બન્ને વિધાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.આ વિધાર્થીને કવિઝની શાળા કક્ષાએ તૈયારી કરાવનાર શાળાના શિક્ષક મયંક સર અને નંબર મેળવેલ બંને વિધાર્થીઓને સમગ્ર સ્ટાફ અને શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયાએ અભિનંદન પાઠવેલ હતા..

[wptube id="1252022"]
Back to top button