JETPURRAJKOT

રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ૨૩મી જૂને યોજાનારો જોબફેરઃ૨૦૦થી વધુ લાભાર્થીઓને અપાશે નિમણૂક

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત તાલીમ લઈ ચૂકેલા લાભાર્થીઓને રોજગારીની નિમણૂક આપવા રાજકોટમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૩મી જૂનના રોજ સવારે ૯:૦૦ કલાકે આ જોબ મેળો હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવશે. જેમાં જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી અને મોરબીમાં કાર્યરત કુલ ૨૩૯ લાભાર્થીઓને નિમણૂક આપવામાં આવશે. આ જોબ મેળામાં ૧૫ જેટલી કંપનીઓ, ઉદ્યોગો, એન.જી.ઓ. ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button