KAPRADAVALSAD

સુથારપાડા કેન્દ્રની ૧૬ શાળાઓમાં યોગ દિવસની રંગેચંગે ઉજવણી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૧ જૂન

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા સુથારપાડા કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુથારપાડા કેન્દ્રમાં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળા અને આશ્રમશાળા સહિત કુલ ૧૬ શાળાઓમાં વિશ્વ યોગ દિનની ઉજવણીમાં શાળાના આચાર્યો, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને યોગના મહત્વ વિશે સમજ આપી શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, આરોગ્ય એ સૌથી મોટી ભેટ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે તે ફક્ત યોગ દ્વારા જ મળે છે. જેથી રોજે રોજ યોગ કરવુ જરૂરી છે.

[wptube id="1252022"]
Back to top button