વાલિયાની શ્રી રંગ નવ ચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ૯માં વિશ્વ યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી

આજે ૨૧મી જુનના રોજ ૯માં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાલિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાલિયાની શ્રી રંગ નવ ચેતન વિદ્યા મંદિર શાળા ખાતે આર્ટ ઓફ લીવીંગ,બ્રહ્મકુમારીઝ અને યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાણાયામ સહિતના આસનો કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મામલતદાર માધવી મિસ્ત્રી,શાળાના ટ્રસ્ટી અશ્વિનસિંહ વિહારીયા,આચાર્ય પરેશ પટેલ અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
જયારે તાલુકા ભાજપ દ્વારા સીતારામ ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગા ડેની ઉજવણી કરી હતી જેમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,ઉપ પ્રમુખ ધરમસિંહ વસાવા,તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા અને કાર્યકરોએ વિવિધ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








