HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ મામલતદાર ચિંતન આચાર્યના અધ્યક્ષસ્થાને અમૃત સરોવરના કિનારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

હળવદ મામલતદાર ચિંતન આચાર્યના અધ્યક્ષસ્થાને અમૃત સરોવરના કિનારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

મહાનુભાવોના હસ્તે વડ, પીપળો, રાયણ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ પર ઉજવણી થઇ હતી. જેના ઉપલક્ષ્યમાં તા. ૨૧/૦૬/૨૦૨૩ના રોજ હળવદમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે હળવદ ગ્રામ્ય વિસ્તારનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાપકડા ગામે અમૃત સરોવરના કિનારે હળવદ મામલતદારશ્રી ચિંતન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. આયુષ વિભાગ દ્વારા યોગ અને તેના મહત્વ વિશે સમજણ આપતા બેનર્સ મૂકીને યોગ વિશે જાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવેલ હતા. કાર્યક્રમના અંતે અમૃત સરોવરના સ્થળે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વડ, પીપળો, રાયણ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે હળવદ મામલતદારશ્રી ચિંતન આચાર્ય, સહ અધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. કે. સિંધવ, તાલુકાના પદાધિકારીશ્રીઓ, સાપકડા ગામના સરપંચશ્રી નટુભાઈ કણઝરીયા, આયુષ ડોકટરશ્રી પિલુડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દીપાબેન બોડા, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, સાપકડા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને ગ્રામજનોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button