MORBI CITY / TALUKOWANKANER

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કલેક્ટર. અઘ્યક્ષતામા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કલેક્ટર. અઘ્યક્ષતામા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

વિવિધ ઉત્સવોની અનોખી ઉજવણી માટે જાણીતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આજ રોગ ૨૧ જુન ના દિવસે મોરબી જીલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે કોલેજના ટ્રસ્ટીશ્રી મનસુખભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જતીનભાઈ આદ્રોજા, આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપરોક્ત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફ ગણ સાથે મોરબીના અગ્રણી મહિલા તબીબ ડો. ભાવનાબેન જાની અને યોગ ટ્રેનર ડો.અલ્પા ભટ્ટ પણ જોડાયા હતા.

કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પી.જી.પટેલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા ની પ્રેરણાથી શરુ થયેલી 7 વર્ષ જૂની પરંપરા મુજબ ૩ SRB યોગ કરવામાં આવ્યા હતા. જીલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના વિધાર્થીઓને થનાર ફાયદા વિષે વિધાર્થીઓને રસપ્રદ રીતે અવગત કર્યા હતા. કાર્યક્રમ ના અંતે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જતીનભાઈ આદ્રોજા એ કોલેજના આમંત્રણ ને માં આપીને ખાસ ઉપસ્થિત રહેલા જીલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબ અને તમામ મહાનુભાવોનો આ તકે અભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button