
સજનપર પ્રા. શાળા-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી
21 જૂન 2023ના શ્રી સજનપર પ્રા. શાળા તા. ટંકારામાં “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના યોગ શિક્ષિકા બહેનશ્રી વિરામગામાં મીનાબેન ડી. દ્વારા શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા ત્યારબાદ બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ લેખન જેવા કાર્યક્રમો પણ સાથે યોજાયા તેમજ બાળકો દ્વારા ગામલોકોની યોગ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પ્રભાત ફેરી નું પણ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામલોકો, શાળાના વાલીશ્રીઓ, Smc સભ્યો તેમજ આરોગ્ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

શાળાના સમગ્ર સ્ટાફ તેમજ શાળાના શિક્ષિકા બહેનશ્રી વિરમગામા મીનાબેન ડી. ને વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઇ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.









