શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય રૂનાડ તા.જંબુસર જિ.ભરૂચ માં આંતરરાષ્ટ્રીય યોગદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

આજરોજ શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય રૂનાડ તા.જંબુસર જિ.ભરૂચ માં આંતરરાષ્ટ્રીય યોગદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં તમામ વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ તથા વાલીઓ અને CRC કૉરડિનેટર શ્રી અમૃતભાઈ પઢિયાર ખાસ ઉપસ્થિત રહયા હતા. ધોરણ-9 ના વિદ્યાર્થીઓએ ડેમોન્સ્ટ્રેશન બતાવી લીડરની ભૂમિકા અદા કરી હતી. યોગની પ્રાર્થના બાદ હળવી કસરત વિવિધ પ્રકાર ના ઊભારહીને, બેઠાં-બેઠાં, સીને પે લેટ જાઓ તથા પીઠ પે લેટ જાઓના આસનો કરાવ્યા હતા. ત્યારબાદ પ્રાણાયામ કરી સૂર્ય નમસ્કાર કર્યા હતા. છેલ્લે યોગ દિવસ ની પ્રતિજ્ઞા બોલીને ચીરી મીરી ચીરી મીરી ધૂમ ધડાકા સાથે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી હતી. ગામમાંથી લક્ષ્મણભાઈ પૂંજાભાઈ પરમાર સુવર્ણસિંહ પરમાર મધ્યાહન ભોજન કન્વીનર રાજેન્દ્રભાઈ ખાસ ઉપસ્થિત રહયા હતા. આમ એકંદરે ખૂબજ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





