JETPURRAJKOT

પર્યટન સ્થળ ન્યારી ડેમ ખાતે યોજાયેલી યોગ શિબિરમાં ૧૦૦ યોગ સાધકોએ યોગ નિદર્શન કર્યા

તા.૨૦ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૯મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટથી ૧૨ કિલોમીટર દૂર આવેલા પર્યટન સ્થળ ન્યારી ડેમ ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ હતી. જેમાં લગભગ ૧૦૦ જેટલા યોગ સાધકો ઉપસ્થિત રહયા હતા.

યોગ સાધકોએ વિવિધ આસનો ઉપરાંત સૂર્યદેવની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કર્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. યોગકોચશ્રી ગીતાબેન સોજીત્રા, શ્રી રૂપલબેન છગ, પ્રિનાબેન આરદેશણા, પારૂલબેન દેસાઈ અને RMC કો- ઓર્ડીનેટર શ્રીમતિ વંદના રાજાણીએ ઉપસ્થિતોને યોગ કરાવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button