અષાઢી બીજ નિમિત્તે સુરેન્દ્રનગરના જોરાવ નગર વિસ્તારમાં ફુલહારથી રથયાત્રાનું સ્વાગત ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું

અષાઢી બીજ નિમિત્તે સુરેન્દ્રનગરના જોરાવ નગર વિસ્તારમાં ફુલહારથી રથયાત્રાનું સ્વાગત ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું

(આરીફ દિવાન) મોરબી : સુરેન્દ્રનગર ખાતે અષાઢી બીજ નિમિત્તે સર્વે સમાજ ચિંતક એ સર્વે સમાજની સેવામાં તત્પર રહેતી સંસ્થા એટલે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે નામ જેવું જ કામ કરી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત વિવિધ શહેર જિલ્લા અને અન્ય રાજ્યોમાં સેવાકીય પ્રવૃતિ અંતર્ગત સારી એવી ઓળખ પૂરી પાડે છે ત્યારે કોમી એકતાના પ્રતીક હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે સંસ્થાના આયોજકો દ્વારા નાત જાતના ભેદભાવ રાખ્યા વગર પશુ પક્ષી સેવા માનવસેવામાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજકો સંસ્થાના સભ્યો જેમ કે પ્રમુખ સ્થાને અકબરભાઈ કટિયા સહિત તેની ટીમના હાર્દિકભાઈ ગાંધી ધર્મેશભાઈ શુક્લા હનીફભાઈ કટિયા સહિત અમીનભાઇ શ્રી દાતાર સાથે આરીફ ભાઈ કટિયા સુરેશભાઈ અને દિલુભા વગેરે વિવિધ સેવાકીય પ્રવૃતિ અંતર્ગત વિવિધ સેવા કાર્યમાં જાણીતા છે જે તે ધાર્મિક પ્રસંગો નિમિત્તે એકતાના પ્રતિક કાર્યક્રમો કરી સર્વે સમાજમાં એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે તહેવારોનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે
ત્યારે તારીખ 20 6 2023 ના રોજ મંગળવારે સમગ્ર રાજ્યમાં અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા અંતર્ગત પોલીસના વ્યવસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી તે સમય દરમિયાન ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અકબરભાઈ કટિયા સાથે સમગ્ર સંસ્થાના સભ્યોએ અષાઢી બીજ અંતર્ગત સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે શોભાયાત્રા નું સ્વાગત કરી ફૂલહાર થી એકતા ભાઈચારાની ઓળખ પૂરી પાડી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









